જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત શાળા નં-18 માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ફીટ ઇન્ડિયા અંતર્ગત પુનમબેન માડમ સાંસદ જામનગર અને દેવભૂમિ દ્વારકાની આગેવાનીમાં જિલ્લાના 2,50,000 જેટલા રજીસ્ટર્ડ થયેલા ખેલાડીઓ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. જે અંતર્ગત શાળા નં-18 જામનગર દ્વારા શાળાકક્ષાએ કુસ્તી, રસ્સાખેચ, દોડ, ખોખો જેવી સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ. શાળા કક્ષાએ વિજેતા ખેલાડીઓ ઝોન અને લોકસભા જામનગર અને દેવભૂમિ દ્વારકાની સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા નગરસેવકો મનિષભાઇ કટારિયા, જિતુભાઇ શિંગાળા, શારદાબેન વિંઝુડા, મહામંત્રી ભોલાભાઇ વસિયર, ગઢવીભાઈ, દિનેશભાઇ ભદ્રા –પુર્વ મહામંત્રી, સામાજિક આગેવાન હરદેવસિંહ જાડેજા અને દિલુભા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક દિપક પાગડાએ શાબ્દિક અને પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતું. નગરસેવકો મનિષભાઇ કટારિયાએ જિવનમાં રમતનું મહત્વ અને સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે જે જે સ્પર્ધાઓ અને લાભો મળે છે તે અંગે માર્ગદર્શન આપ્યુ હતું. સમગ્ર કાર્યકર્મનું સંચાલન અને વ્યવસ્થાપન ખેલ સહાયક ગાયત્રીબા જાડેજા અને દુષ્યંતસિહ ઝાલા એ કર્યુ હતું. શાળા નં-19 ના આચાર્ય રામભાઇ સોલંકીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો


