Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના રોડ શો માં શહેરીજનોને ઉમટવા સાંસદ પૂનમબેન માડમની અપીલ

વડાપ્રધાનના રોડ શો માં શહેરીજનોને ઉમટવા સાંસદ પૂનમબેન માડમની અપીલ

ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ : તંત્રની સાથે શહેર-જિલ્લા ભાજપા દ્વારા પણ વડાપ્રધાનને આવકારવા તડામાર તૈયારી

- Advertisement -

ખબર-જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ જામનગર આવી રહ્યા છે. જામનગરની મુલાકાતે આવતા વડાપ્રધાન દ્વારા રૂા.1462 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. તેમજ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો પણ યોજાનાર છે. જેને લઇ તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારી કરી રહી છે. આ અંગે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ભાજપાની કામગીરી અને આયોજનો અંગે સાંસદ દ્વારા માહિતી અપાઈ હતી અને લોકોને વડાપ્રધાનના રોડ શો માં મોટી સંખ્યામાં ઉમટવા અપીલ કરી હતી.

- Advertisement -

જામનગરની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાનને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. છેલ્લાં થોડા દિવસોથી તંત્ર દિવસ-રાત એક કરી વડાપ્રધાનના આગમનને લઇ તૈયારી કરી રહ્યું છે. ત્યારે તંત્રની સાથે સાથે જામનગર શહેર તથા જિલ્લા ભાજપા પણ વડાપ્રધાનને આવકારવા તૈયારી કરી રહ્યું છે. તંત્રની સાથે સાથે ભાજપા પણ ખભ્ભેખભ્ભો મિલાવી તૈયારી કરી રહ્યું છે. આજરોજ વડાપ્રધાન 1462 કરોડના ખર્ચે નવ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે. તેમજ વડાપ્રધાનનો જામનગરમાં રાત્રિ રોકાણ અને ભવ્ય રોડ શો પણ યોજાનાર છે. જેને લઇ જામનગર ભાજપા દ્વારા પણ ઉત્સાહ સાથે તૈયારી થઈ રહી છે.

જામનગરમાં વડાપ્રધાનના રોડ શો અંગે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો દરમિયાન અલગ અલગ 12 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જ્યાં શહેરીજનો વડાપ્રધાનનું સ્વાગત કરશે. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના અંદાજિત દોઢ કિ.મી. જેટલા લાંબા રોડ શો ને લઇ રોડ શો ના રૂટને રોશનીનો શણગાર કરી સુશોભન કરવામાં આવ્યું હતું. આ રોડ શો ને લઇ જામનગર શહેર તથા જિલ્લા ભાજપાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને વડાપ્રધાનને આવકારવા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ તકે સાંસદ પૂનમબેન માડમે મીડિયાના માધ્યમથી શહેરીજનોને વડાપ્રધાને આવકારવા અને રોડ શો માં મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરી હતી.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular