જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સતત અગિયાર વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સંકલ્પથી સિદ્ધિનું સૂત્ર સાર્થક કર્યું તેની ઉજવણીના ભાગરૂપે “આયુષ્માન વયવંદના કાર્ડ” યોજના હેઠળ વડીલોને ઘેર બેઠા આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવ્યા હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સતત અગિયાર વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે સંકલ્પથી સિદ્ધિનું સૂત્ર સાર્થક કર્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને, વાર્ષિક 10 લાખની નિ:શુલ્ક આરોગ્ય સેવાનો લાભ આપતી “આયુષ્માન વયવંદના કાર્ડ” યોજના હેઠળ જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમએ જામનગર શહેરના વોર્ડ નં.3ના વડીલોની તેમના નિવાસસ્થાન ખાતે મુલાકાત લઈને, આરોગ્ય માટે વિશેષ સુવિધા આપતા આયુષ્માન કાર્ડ ઘેર બેઠાં ઉપલબ્ધ કરાવીને આરોગ્ય સેવાનો નિ:શુલ્ક લાભ લેવાની વ્યવસ્થા કરાવી અને આ સાથે સૌ વડીલોને સાદર વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
વડીલોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી એ આપણી સામાજિક અને નૈતિક ફરજ છે. આયુષ્માન વયવંદના કાર્ડ દ્વારા તેમને ઉત્તમ આરોગ્ય સેવાઓ સુલભ બનશે અને તેમનું જીવન વધુ સુવિધાયુક્ત બનશે.આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વયોવૃદ્ધ નાગરિકોને આયુષ્માન વયવંદના કાર્ડનું વિતરણ કરવાનો હતો,જેના દ્વારા તેમને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી શકશે. વડીલો હવે આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતાઓનો લાભ લઈ શકશે, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર વોર્ડ ન. 3 ખાતે વડીલોની મુલાકાત લઇ તેઓ ને આયુષ્માન વયવંદના કાર્ડ આપવામાં આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન સાંસદ પૂનમબેન માડમ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા સહીત વોર્ડ ના કોર્પોરેટરો પરાગ પટેલ, અલ્કાબ જાડેજા, સુભાષ જોશી, સહીત વોર્ડ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


