સ્પેનના મેડ્રિડ શહેરમાં યોજાઇ રહેલા 7માં બ્રીકસ પાર્લામેન્ટરી ફોરમમાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે ભાગ લઇ રહેલાં જામનગરના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે સંબોધન કર્યુ હતું. લોકશાહી પરંપરાઓ તેમજ બાળકોને લગતાં અધિકારીઓ સંબંધના મુદાઓ તેમણે પોતાના સંબોધનમાં ઉઠાવ્યા હતા. ભારતીય લોકશાહી
પરંપરાની વાત ભારપૂર્વક પ્રસ્તુત કરીને તેમણે સ્પેનમાં ભારત અને જામનગરનું ગૌરવ વધાર્યું હતું. આ અગાઉ તેઓ સ્પેનના વડાપ્રધાનને પણ મળ્યા હતા. દરમ્યાન સ્પેનમાં ભારતના રાજદૂત સંજીવ વર્માને ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું. આ શુભેચ્છા મુલાકાતમાં સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા.