જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની/રાજ્ય સરકારની અમૃત 2.0ની ગ્રાન્ટ અંતર્ગત રેજુવનેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ રણમલ પાર્ટ-2 અને પાર્ટ-3 તથા આગવી ઓળખની ગ્રાન્ટ અંતર્ગત રેસ્ટોરેશન,ક્ધઝર્વેશન, ક્ધસોલીડેશન એન્ડ રી-સ્ટોરેશન ઓફ ભુજીયો કોઠો (ફેઇઝ-2)(હેરીટેઝ ચેઈન) જામનગર ખાતે સંસદ સભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને રણમલ લેક ગેઇટ નં.2ની સામે ખાતમૂહર્ત કરવામાં આવ્યું.ખાતમૂહર્તમાં સાંસદ પૂનમબેન માડમ,મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, માન. ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન સ્ટે.કમિટી નીલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી,દંડક કેતનભાઈ નાખવા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા,મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા, મ્યુનિસિપલ સભ્યો તથા આસી.કમિશનર (વ) અને સીટી ઈજનેર ભાવેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ – પ્લાનીંગ શાખાના અધિકારી/કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.