આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવીદિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા. 31-1-22થી 11-2-22 સુધી બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન કામકાજના ઉપરોક્ત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન : 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળિયા (ફોન 02833-233388) તથા ભાણવડ કાર્યાલય : વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન : 02896-232188)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.