દેવભૂમિ દ્વારકાના વડામથક ખંભાળીયાના ટાઉનહોલ ખાતે સ્થાનીય સાંસદ પૂનમબેન માડમના હસ્તે સામાજિક ન્યાય અને અધિકાિરતા વિભાગ દ્વારા કેન્દ્રની એ.ડી.આઇ.પી. યોજના અંતર્ગત જિલાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગોને જરૂરીયાત મુજબના સાધનો માટે સર્વે બાદ ખંભાળીયા તાલુકાના 317 દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાઇસીકલ, વ્હીલચેર, બ્રેલકીટ, સ્માર્ટફોન અને શ્રવણયંત્ર વોકર સ્ટીક જેવા 587 જેટલા વિવિધ સાધનોનું વિનામૂયે વિતરણ કરાયું હતું.
આજ રીતે દેવભૂમિ દ્વારકા જિલાના કુલ 812 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને 84.75 લાખના સાધનોનું વિતરણ કરાશે. આ તકે જિલા કલેકટર એમ.એ.પંડયા, જિલા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રામભાઇ કરમુર, જિ.પં.તથા તા.પં.ના પદાધિકારીઓ, ખંભાળીયા નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલા પંચાયત સભ્ય ભરતભાઇ ચાવડા, સમાજ સુરક્ષા અધિકારી એલ.કે.મોરી, નગરપાલીકાના પદાધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.