સોમનાથ જ્યોતિલિંગ ખાતે 11મી જાન્યુઆરીએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થવાના છે 8થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઇ રહ્યુ છે જેમાં 72 કલાકના અખંડ ૐકાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે જામનગર શહેર જિલ્લામાં પણ વિવિધ મંદિરોમાં આ 72 કલાકના અખંડ ૐકાર નાદનું આયોજન કરાયું છે. ધ્રોલ તાલુકાના સોયલ ગામ ખાતે સોયેલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે અતુટ આસ્થાના 1000 વર્ષના સંકલ્પ સાથે 72 કલાકના અખંડ ૐકાર નાદના મહાઅનુષ્ઠાનનું આયોજન કરાયું છે જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં.
View this post on Instagram


