આજે દેશભરમાં 73મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ વિવિધ જગ્યાઓ પણ ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે. આજે સવારે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ડીન ડો. નંદીની દેસાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના નોડલ ઓફિસર એસએસ ચેટરજી, ડો. તન્ના સહીતના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. અને સલામી આપી હતી. રાજ્યકક્ષાના પ્રજાસત્તાકની ગીર સોમનાથમાં ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કર્યુ હતું. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર 42 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવામા આવ્યો હતો.