દ્વારકાથી આશરે આઠ કિલોમીટર દૂર કોરાડા ગામના પાટિયાથી ચરકલા તરફ જતાં માર્ગ પર જીજે-10-બીક્યુ-7894 નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા આસોટા ગામના વીરાભાઈ રામશીભાઈ કરંગીયા નામના 70 વર્ષના વૃદ્ધને આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-27-ડીબી 2370 નંબરની એક ઈક્કો મોટરકારના ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈકચાલક વીરાભાઈ કરંગીયા ફેંકાઈ ગયા હતા અને તેમને હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત સર્જી આરોપી કારચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પૌત્ર ભાવેશભાઈ ભીખાભાઈ કરંગીયા (ઉ.વ. 22, રહે. મોટા આસોટા, તા. કલ્યાણપુર) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઈક્કો ગાડીના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.