આજકાલની યુવા પેઢીનું જીવન એક દેખાવ પુરતુ થઈ ગયું છે. તેઓને સોશિયલ મીડિયાની એટલી આદત પડી ગઇ છે કે પોતાની દરેક મોમેન્ટને મુડને તેઓ શેર કરે છે અને રિલ્સ બનાવે છે. કયારેક તો રીલ્સ બનાવીને વધુ લાઈક મેળવવા માટે તેઓ જીવના જોખમો લઇ લેતા હોય છે. ત્યારે આજની આ પેઢીના સોશિયલ મીડિયા ભુતને ટ્રેનના એક દરવાજા પર ઉભીને રીલ બનાવતી પુત્રીની માતાએ માર મારી ભગાડયું હતું.
लड़की ट्रेन के दरवाजे पर खड़े होकर बना रही थी रील, जब उसकी मां ने देखा तो बजा दिया बैंड 😄 pic.twitter.com/zzlaqbU3p4
— Rupali Gautam (@Rupali_Gautam19) July 9, 2025
સોશિયલ મીડિયાના આ યુગમાં રીલ બનાવવા માટે લોકોએ ટ્રેનથી લઇને મેટ્રો અને મંદિરથી લઇને માર્કેટ સુધીમાં કંઈજ બાકી રાખ્યું નથી જ્યાં પણ મોકો મળે તેઓ રીલ બનાવવા લાગે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આવું જ કંઈક જોઇ શકાય છે. સદનસીબે તેની માતા પણ ત્યાં જ હો છે અને સોશિયલ મીડિયાના આ ભૂતને એવી રીતે ભગાડે છે કે છોકરી જીવનભર યાદ રાખશે.
સોશિયલ મીડિયાના ડ પ્લેટફોર્મ પર @Rupali_Gautam19 પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મુકીને એક છોકરી ટ્રેનના દરવાજા પર રીલ બનાવતી જોવા મળે છે. ટ્રેનનો દરવાજો પણ ખુલ્લો છે અને તે હાથ ફેલાવીને ગીત પર પોતાનો વીડિયો શુટ કરી રહી હતી જ્યારે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિ તેનો વીડિયો રેકોર્ડ કરી રહી હતી આ દરમ્યિાન તેની માતા ત્યાં આવે છે. ત્યારબાદ તેની માતા તેને છોકરીને મારીને તેના પરથી સોશિયલ મીડિયાનું ભૂત ઉતારે છે તે છોકરી પર રાડો પાડીને તેને ખુલ્લા દરવાજો પડી જાઈશ તો તેવુ સુચવે છે અને અંદર આવવા માટે કહે છે. આ દરમિયાન તેની માતા જે રીતે તેણીને પાઠ ભણાવે છે. તે સોશિયલ મીડિયા પર વધુને વધુ ફેલાઈ રહ્યો છે. આ રીલ પર લોકો મીકસ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ખરેખર આજકાલ આ ખૂબ જ ખતરનાક યુગ આવી ગયો છે. આમ, સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો ઘણી વખત પોતાના જાનની બાજી લગાવી રહ્યા જોવા મળે છે. ત્યારે દરેક માતા-પિતાએ પણ આ હરકતો પર નજર રાખીને તેમને સારા માર્ગે વાળવા જોઇએ.


