21 મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્ર્વમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્ર્વ માતૃભાષા દિવસનો પ્રારંભ વર્ષ 1999માં આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 1952માં ભાષા આંદોલન વખતે માર્યા ગયેલા લોકોની યાદમાં દર વર્ષે 21 મી ફેબ્રુઆરીએ વિશ્ર્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1948 માં પાકિસ્તાનને ઉર્દુ ભાષાને રાષ્ટ્રભાષા બનાવતા ઢાંકામાં પૂર્વ બંગાળ (હાલમાં બાંગ્લાદેશ) એ વિરોધ કર્યો હતો અને પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જે પછી બાંગ્લા ભાષાને પણ સત્તાવાર ભાષા બનાવાઈ હતી. જૂનાગઢના શિક્ષણવિદ તથા ભાજપના અગ્રણી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી કે જેઓએ એકાઉન્ટ સહિત પાંચ વિષયોમાં કોમર્સની અનુસ્નાતક ડિગ્રીઓ સાથે પાંચ પાંચ એમ.કોમ. કરેલું છે, તેમણે જણાવેલ કે વિશ્ર્વમાં 6,809 ભાષાઓ છે. પરંતુ દુનિયાની અડધી વસ્તી માત્ર 23 ભાષાઓ જ બોલે છે. હાલની પરિસ્થિતિમાં ઉપયોગના અભાવે 2400 જેટલી ભાષાઓ નામશેષ થવાના આરે છે.