Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપુત્રએ માતા-પિતાથી અલગ રહેવાનું કહેતાં માતા દ્વારા આપઘાત

પુત્રએ માતા-પિતાથી અલગ રહેવાનું કહેતાં માતા દ્વારા આપઘાત

માતાને મનમાં લાગી આવતાં એસિડ પીતા સારવારમાં મોત : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ : વૃધ્ધનું હૃદયરોગનો હુમલો આવતાં મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં પુત્રએ માતા-પિતાથી અલગ રહેવાનું વાત કરતાં તેનું મનમાં લાગી આવતાં માતાએ એસિડ પી આપઘાત કર્યો હતો. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત પ્રથમ બનાવ જામનગર શહેરમાં શંકર ટેકરી, પાણીના ટાંકા પાસે રહેતા રોશનબેન અમિતભાઇ લાખા (ઉ.વ.45) નામના મહિલાના પુત્ર અઝરૂદ્ીને માતા-પિતાથી અલગ તેની પત્નિ સાથે રહેવા જવાની વાત કરતાં રોશનબેનને તે વાતનું મનમાં લાગી આવતાં તા. 12ના રોજ બપોરના સમયે ઘરના બાથરૂમમાં રહેલ એસિડની બોટલમાંથી એસિડ પી લેતાં આપઘાત કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે આમિનભાઇ લાખા દ્વારા પોલીસમાં જાણ કરાતાં હેકો એ.જે સિહલા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર શહેરના પંચવટી નર્મદેશ્ર્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતાં અને પટેલ કોલોની શેરી નં. 9 ન્યુ કિરીટ સ્વીટ એન્ડ નમકીનની દુકાનના માલિક કિશોરભાઇ કાંતિભાઇ ઠકરાર (ઉ.વ.63) નામના વૃધ્ધ પોતાની દુકાને કામ કરતાં હોય, આ દરમિયાન તા. 11ના રોજ રાત્રીના સમયે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તા. 12ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે હરેશ ઠકરાર દ્વારા જાણ કરાતાં હેકો વાય.એમ. વાળા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular