Sunday, December 29, 2024
Homeરાજ્યકાલાવડ ગામમાંથી માતા અને પુત્ર લાપત્તા

કાલાવડ ગામમાંથી માતા અને પુત્ર લાપત્તા

- Advertisement -

કાલાવડ ગામમાં માર્કેટીંગ યાર્ડ વાળી રોડ પર રહેતા અને મજૂરીકામ કરતુ યુવતી તેના પુત્ર સાથે દવાખાને જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઇ જતાં પોલીસ દ્વારા માતા-પુત્રની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના પાડલા ગામના વતની અને કાલાવડમાં ન્યુ માર્કેટીંગ યાર્ડ વાવડી રોડ પર રહેતા અને મજૂરીકામ કરતા બલરામ કરણસિંહ મેળા નામના યુવાનની પત્ની લલીતાબેન અને તેના ચાર વર્ષના પુત્ર શિવમ સાથે સોમવારે સવારના સમયે બસ સ્ટેન્ડ નજીક આવેલા ડો.જોશીના દવાખાના પેટના દુ:ખાવાની દવા લેવાનું કહી ઘરે થી નિકળ્યા બાદ બન્ને લાપતા થઈ ગયા હતાં. ત્યારબાદ બલરામે પત્ની અને પુત્રની આજુબાજુમાં તથા દવાખાને પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ, માતા અને પુત્રનો પત્તો ન લાગતા પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે 22 વર્ષના મધ્યમ બાંધાના ઓછી ઉંચાઇ ધરાવતા ઘઉં વર્ણના અને જમણા હાથની કલાઈ ઉપર ‘લલીતા સુનિલ’ ત્રોફાવેલ અને અભણ તથા હિન્દી ભાષા બોલતી યુવતી તેમજ ચાર વર્ષનો શિવમ અંગે કોઇને પણ માહિતી મળે તો એએસઆઈ જે.જે.ઈસાણી મો.7878494952 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular