જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી મહિલા તેણીના પાંચ વર્ષના પુત્ર સાથે ઘરેથી ચાલ્યા ગયા બાદ લાપતા થતા પોલીસે શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં શિવ હોટલ પાછળ રહેતાં ગાયત્રીબા અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.25) અને તેનો પુત્ર લક્ષરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.5) નામના માતા-પુત્ર ગત તા.7 ના રોજ સાંજના સમયે ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતા રહેતા લાપતા થયા હતાં. ગુમ થનાર ગાયત્રીબા શરીરે મધ્યમબાંધો અને ઘઉંવર્ણો વાન ધરાવે છે. લીલા જેવા કલરની સાડી પહેરેલ, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતા મહિલા અને કાળા કલરનો શર્ટ પહેરેલ લક્ષરાજસિંહ અંગે કોઇની માહિતી મળે તો જામનગર શહેરના સીટી સી ડીવીઝનના ફોન નં.0288-2550805 અથવા મો.9687892030 નંબર ઉપર જાણ કરવા હેકો એ.એન. નિમાવતની યાદીમાં જણાવાયું છે.