Saturday, January 4, 2025
Homeરાજ્યહાલારભાટીયા નજીક કાર અને ટ્રેક્ટર અથડાતા માતા-પુત્રીના મોત

ભાટીયા નજીક કાર અને ટ્રેક્ટર અથડાતા માતા-પુત્રીના મોત

રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવતા પરિવારની ઈનોવા કારને ભાટીયા નજીક અકસ્માત: અન્ય બે મુસાફરો ઘવાયા : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કારમાં જઈ રહેલા પર પ્રાંતિય માતા-પુત્રીના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે મુસાફરોને પણ ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજસ્થાનથી દ્વારકા દર્શનાર્થે આવી રહેલા એક પરિવારની ઇનોવા મોટરકારમાં પરિવારના સદસ્યો જ્યારે ખંભાળિયાથી દ્વારકા તરફ જતા હાઈવે માર્ગ પર ભાટીયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર રહેલા ટ્રોલી સાથેના એક ટ્રેક્ટર સાથે ઇનોવા મોટરકાર ધડાકાભેર ટકરાઈ હતી.

આ જીવલેણ ટક્કરમાં મોટરકારમાં જઈ રહેલા 54 વર્ષીય રાધારાણીબેન તેમજ તેમની 28 વર્ષની પુત્રી દિવ્યાબેનના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મુસાફરોને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માતા-પુત્રીના બંને મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2025 ના આજે પ્રથમ દિવસે પરપ્રાંતિય શ્રદ્ધાળુઓ સાથે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ સંદર્ભે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ફરિયાદ નોંધવા સહિતની જરૂરી તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular