Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમોટાભાગનું વિદેશી મૂડીરોકાણ કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આવ્યું

મોટાભાગનું વિદેશી મૂડીરોકાણ કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આવ્યું

- Advertisement -

એપ્રિલથી ડિસેમ્બર 2020ના ત્રણ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં વિદેશી સીધા મૂડી રોકાણમાં ચાર ગણો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન 24.4 અબજ ડોલર એટલે કે રૂ. 1.78 લાખ કરોડનું વિદેશી રોકાણ ભારતમાં ઠલવાયું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના આંકડા દ્વારા આ જાણકારી બહાર આવી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં સમગ્રતયા એફડીઆઈના પ્રવાહમાં 40 ટકાનો વધારો નોંધાયો હતો, જે 51.47 અબજ ડોલર્સ એટલે કે રૂ. 3.76 લાખ કરોડ નોંધાયો હતો. તેની સરખામણી આગલા વર્ષ સાથે કરીએ તો નાણાકીય વર્ષ 2019-20ના સમાન ગાળા દરમિયાન દેશમાં આ સેક્ટરમાં ફક્ત 6.4 અબજ ડોલર્સ એટલે કે રૂ.46 હજાર કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. જ્યારે 2019-20ના સમગ્ર નાણાકીય વર્ષમાં 7.7 અબજ ડોલર્સ એટલે કે રૂ. 56 હજાર કરોડનું રોકાણ નોંધાયું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોવિડ-19 રોગચાળાના કારણે ડિજિટલાઇઝેશનને જોરદાર પ્રોત્સાહન સાંપડયું હતું અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધ્યો છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને વેગ મળવાના કારણે કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં મોટાપાયે તક ઊભી થઈ છે. એક તરફ દેશમાં વિદેશી રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં થતા રોકાણમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં વિદેશમાં ભારતીય કંપનીઓનું રોકાણ 31 ટકા ગગડીને 1.85 અબજ ડોલર નોંધાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular