પીજીવીસીએલની ટીમ દ્વારા હાલાર પંથકમાં વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 93 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇને રૂા.45 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં કુલ 42 જેટલી ટીમો દ્વારા આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયથી બાદ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ, તાલુકામાં તથા જામનગર શહેરમાં સુભાષબ્રિજ, કાલાવડ નાકા બહાર, શાકમાર્કેટ, નિલકમલ, ધરારનગર, બેડેશ્વર, બેડી સહિતના વિસ્તારોમાં 42 જેટલી ટીમો દ્વારા 18 પોલીસ તથા 18 એસઆરપી સાથે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 473 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં જે પૈકી 93 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ હતી. જેમાં કુલ રૂા.45 લાખના બીલ ફટકારવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલ દ્વારા સતત ત્રણ દિવસથી હાલાર પંથકમાં વીજચોરીના દુષણને ડામવા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.