Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયVIDEO : હાઈવે પર એક હજાર કરતા પણ વધુ ભેંસો બાંધી દેવામાં...

VIDEO : હાઈવે પર એક હજાર કરતા પણ વધુ ભેંસો બાંધી દેવામાં આવી, કારણ કે…

મુંબઈમાં મેઘકહેરના પરિણામે જનજીવન ખોરવાયું છે. અને લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. પરંતુ આ વિડીઓ જોઈને તમને સમજાશે કે માત્ર માણસો જ નહી પરંતુ ભારે વરસાદના પરિણામે પશુઓના પણ હાલ બેહાલ થયા છે. મુંબઈના કલ્યાણ અને ડોંબીવલી વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

- Advertisement -

અહિયાં અચાનક જળસ્તરમાં વધારો થતાં તબેલાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ભેંશો ડુબવા લાગી હતી. પરિણામે પશુપાલકો તેનો જીવ બચાવવા માટે બીજી જગ્યાએ લઇ ગયા. અને આશરે 1000 જેટલી ભેંશોને જાહેર રસ્તા પર બાંધી દેવામાં આવી.કારણકે અચાનકથી જળસ્તરમાં વધારો થતાં પુરની સ્થિતિ સર્જાઈ હતી.

વિડીઓમાં જોઈ શકાય છે કે અતિ ભારે વરસાદના પરિણામે ભેંશોને બચાવવા માટે વિવિધ વિસ્તારના પશુપાલકોએ તેને રસ્તા પર બાંધી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular