ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.01/10/2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.21/07/2023 થી તા.21/08/2023 સુધી જામનગર જિલ્લામાં આવેલ તમામ વિધાનસભા મતવિસ્તારના તમામ ભાગોના બી.એલ.ઓ.ઓ દ્વારા પોતાને સોંપાયેલા વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ મુલાકાતની કામગીરી હાલ ચાલુ છે. જે અન્વયે જામનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ગઈકાલ સુધીમાં બી.એલ.ઓ. દ્વારા જિલ્લાનાં 5.15 લાખ થી વધુ મતદારોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમા 76-કાલાવડ વિ.સ.મ.વિ.માં હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ અંતર્ગત 1,19,646 મતદારોને વેરીફાઈ કરવામાં આવેલ છે. 77-જામનગર (ગ્રામ્ય) વિ.સ.મ.વિ.માં 1,03,911 મતદારો, 78-જામનગર (ઉત્તર) વિ.સ.મ.વિ.માં 1,01,978 મતદારો, 79-જામનગર (દક્ષિણ) વિ.સ.મ.વિ.માં 1,03,004 મતદારો જ્યારે 80-જામજોધપુર વિ.સ.મ.વિ.માં 86,581 મતદારો મળી કુલ 5,15,120 મતદારોને વેરીફાઈ કરવામાં આવેલ છે. અને તેઓની મતદારયાદી સુધારણા અંગેની વિવિધ કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે જ્યારે બાકી રહેતા મતદારો માટે આગામી સમયમાં તેઓની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગેની કામગીરી પુર્ણ કરાશે.