Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પ્રથમ દિવસે 4 હજાર થી વધુ લોકોએ મેળવ્યો પ્રિકોશન ડોઝ

જામનગર જિલ્લામાં પ્રથમ દિવસે 4 હજાર થી વધુ લોકોએ મેળવ્યો પ્રિકોશન ડોઝ

સૌથી વધુ જામનગર તાલુકામાં ૧,૩૮૩ લોકોને બુસ્ટર ડોઝ

- Advertisement -

કોરોના મહામારી સામે સ્વદેશી વેક્સીન ખુબ જ કારગત નિવડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશમાં વેક્સિનેશનના 100 કરોડથી પણ વધુ નિઃશુલ્ક ડોઝ અપાઈ ચુક્યા છે.

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 દિવસ માટે 18 વર્ષથી ઉપરના લોકોને નિઃશુલ્ક પ્રિકોશન ડોઝ આપવાનું નિર્ધારિત કરાયાના પ્રથમ દિવસે જામનગર  જિલ્લામાં કુલ 4186  લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

જેમાં જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી ધ્રોલમાં 635, જામજોધપુરમાં 743, જામનગરમાં 1383, જોડિયામાં 194, કાલાવડમાં 799 તેમજ લાલપુર તાલુકામાં 235 લોકોને ડોઝ આપી કોરોના સામે સુરક્ષિતતા પુરી પાડવામાં આવી હોવાનું જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી.એન. કન્નર દ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular