Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાએ આળસ મરડી, દેશમાં 300થી વધુ કેસ

કોરોનાએ આળસ મરડી, દેશમાં 300થી વધુ કેસ

- Advertisement -

કોરોનાના હવે દેશ અને દુનિયામાંથી વળતા પાણી થયા છે. દેશમાં છેલ્લા 97 દિવસ બાદ 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. આ કેસોમાં પણ લોકો સરળતાથી સ્વસ્થ થઈ રહ્યા છે. દેશમાં 97 દિવસ બાદ કોરોનાના 300થી વધુ કેસ બહાર આવ્યા છે. રોજના કેસની તુલના કરીએ તો સતત પાંચમા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે તે વધીને શનિવારે 334ના આંકડા પર પહોંચ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 2686 થઈ ગઈ છે.

- Advertisement -

એટલે કે આટલા કોરોના દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ ગભરાવવાની જરૂર નથી. ડોકટરોનું કહેવું છે કે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડતી. શ્ર્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નથી પડતી. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણના મોત થયા છે. આંકડાકીય રીતે જોઈએ તો દેશમાં કોરોનાના 28 ફેબ્રુઆરીએ 169 કેસ, 1 માર્ચે 240, 2 માર્ચે 268, 3 માર્ચે 283 અને 4 માર્ચે 334 કેસ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4-46 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, 4-41 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. ઠીક થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. ભારતતમાં કોરોનાથી બચાવની અત્યાર સુધીમાં 220.66 કરોડ ડોઝ અપાઈ ચૂકી છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના કેસ એક-બેની દૈનિક સંખ્યાથી વધીને રવિવારે એક સાથે 19 કેસ નોંધાયા છે. કોરોનાની ગંભીર લહેર ઓક્ટોબર 2022માં પૂરી થયા પછી પહેલી વખત એક સાથે વધારો થયો છે. 25 ફેબ્રુઆરીએ માત્ર 1 કેસ નોંધાયો ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 17 હતી, જે આજે 19 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 68 સુધી પહોંચી ગઇ છે એમાંય એક દર્દી વેન્ટિલેટર પર છે. આરોગ્ય વિભાગના કોરોનાના દૈનિક બુલેટિનમાં જણાવાયા પ્રમાણે, અમદાવાદ શહેરમાં જ 13 નવા કેસ ઉમેરાયા છે તો રાજકોટ ગ્રામ્યમાં 2 અને શહેરમાં એક મળી કુલ 3, ભાવનગર, સુરત ગ્રામ્ય અને વડોદરા શહેરમાં એક એક નવો કેસ નોંધાયો છે. આમ, 19 કેસ સામે 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે 18 માર્ચ 2020થી રાજ્યમાં કોરોનાની મહામારીએ પગરવ માંડ્યાને ત્રણ વર્ષ પૂરાં થવામાં એક દોઢ સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે ફરીથી કોરોનાનો ઉપદ્રવ વધે એવી શક્યતા નિષ્ણાતો નકારી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11046 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે 12,66,638 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાની રસીમાં 12,80,84,694 ડોઝ અપાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular