- Advertisement -
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સૂચના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહનમાં કે મુસાફરી સમયે ચહેરા પર માસ્ક કે કપડું પહેરવાના નિયમનું ચૂસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની સૂચના મુજબ માસ્ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવાયું હતું.
જે અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષકની એક યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લામાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંઘન બદલ નવેમ્બર માસ દરમ્યાન 59 લોકો પાસેથી માસ્ક ન પહેરવાના ગુનાના દંડ પેટે રૂપિયા 59,000 જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કૂલ 27,229 લોકો પાસેથી રૂપિયા 2,10,94,800 જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી છે.
- Advertisement -