પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરમાં સતત ચોથા દિવસે હાથ ધરેલા વીજ ચેકિંગ દરમિયાન કુલ 39 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂા.22.20 લાખ વીજચોરીના પુરવણી બીલો ફટકાર્યા હતાં. છેલ્લાં 4 દિવસથી ચાલી રહેલા વીજ ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
જામનગર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સુચનાથી પીજીવીએલ દ્વારા જામનગર શહેરમાં છેલ્લાં ચાર દિવસથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શુક્રવારે પીજીવીસીએલની 21 જેટલી ટીમો દ્વારા 12 એસઆરપી સહિતના પોલીસ બંદોબસ્ત સાથે શહેરના નિલકમલ સોસાયટી, ઈન્દીરા કોલોની, ગરીબનગર, કોમલનગર, કાલાવડ નાકા બહાર, અમનચમન સોસાયટી, સનસીટી સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં કુલ 230 વીજ જોડાણો ચેક કરતા 39 વીજ જોડાણોમાંથી 22.20 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.