Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયપાકિસ્તાન કરતાં ઘુસણખોરીના વધુ પ્રયાસ નેપાળ સરહદે થાય છે

પાકિસ્તાન કરતાં ઘુસણખોરીના વધુ પ્રયાસ નેપાળ સરહદે થાય છે

- Advertisement -

ગૃહ મંત્રાલયે લોકસભામાં મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને દ્વિ નાગરિકત્વ આપવાની કોઈ દરખાસ્ત ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. સાંસદોએ પૂછેલા પ્રશ્ર્નોના જવાબમાં મંત્રાલયે કહ્યું કે છેલ્લા બે વર્ષ અને ચાલુ વર્ષમાં ભૂટાન, ચીન અને મ્યાનમાર બોર્ડરથી ઘૂસણખોરીની કોઈ ઘટના નથી. તે જ સમયે ભારત-પાકિસ્તાન સરહદથી ઘૂસણખોરીના 61, બાંગ્લાદેશની સરહદથી 1045, નેપાળ સરહદથી 63 કેસ નોંધાયા છે.

- Advertisement -

મંત્રાલયે કહ્યું કે તમિલનાડુના રાહત અને પુનર્વસન કમિશનરેટને મળેલી માહિતી અનુસાર, શ્રીલંકાથી 58,843 તમિલ શરણાર્થીઓ રાજ્યના 108 કેમ્પમાં રહે છે. અહીં શિબિરો સિવાય અન્યત્ર શ્રીલંકાના તમિલ શરણાર્થીઓ રહે છે. તેમની માહિતી સ્થાનિક પોલીસને છે. 54 શ્રીલંકાના તમિળઓ ઓડિશાના મલકનગિરીમાં શરણાર્થી કેમ્પમાં રહે છે.

ગૃહ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે, 2011 થી, વિદેશી દાનના નિયમોના ઉલ્લંઘનને કારણે 20,600 એનજીઓ અને સંસ્થાઓની નોંધણીઓ રદ કરવામાં આવી છે. 2018 થી 2020 સુધીના 1810 સંગઠનોના ફોરેન ફંડ રેગ્યુલેશન કાયદા હેઠળ નોંધણીઓ રદ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular