Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆગામી પ દિવસ ગુજરાતમાં જોર પકડશે ચોમાસું

આગામી પ દિવસ ગુજરાતમાં જોર પકડશે ચોમાસું

અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી

- Advertisement -

વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી છે. તેમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. તથા રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ દ.ગુજરાત, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે સુરત, વલસા5, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, જુનાગઢ, સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. તથા કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ 28 જુનથી 01 જુલાઇ વરસાદનું જોર વધુ રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે 50થી 40 કિમીની ઝડપે પવન કૂંકાઇ શકે છે. આગામી બે દિવસ એટલે કે, 29 અને 50મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભગ્ય, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્રારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે. તેમજ દરિયો ન ખેડવા પણ સુચનાઓ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular