Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલથી સંસદનું ચોમાસું સત્ર, આજે સર્વપક્ષિય બેઠક

આવતીકાલથી સંસદનું ચોમાસું સત્ર, આજે સર્વપક્ષિય બેઠક

- Advertisement -

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે આજે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -

સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠકની પરંપરા રહી છે, જેમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ ભાગ લે છે અને વિવિધ પક્ષો બેઠકમાં તેમના મુદ્દા રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવી બેઠકોમાં ભાગ લીધો છે.

આવી જ એક બેઠક મંગળવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બોલાવી હતી પરંતુ અનેક પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. 18 જુલાઈના રોજ, વિરોધ પક્ષોના નેતાઓ બેંગલુરુમાં યોજાનારી સામાન્ય સભામાં હતા, જ્યારે તે જ દિવસે દિલ્હીમાં ગઉઅ પક્ષોની સમાન બેઠક ચાલી રહી હતી.

- Advertisement -

અગાઉ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કેટલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ પણ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠકને લઈને કેટલાંક પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. આ વર્ષના અંત સુધીમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને અન્ય પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હી સરકારના અધિકારોને લઈને એક બિલ લાવશે, જેના પર ભારે હોબાળો થવાની આશા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશભરની વિવિધ પાર્ટીઓને આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી છે. બિલનો વિરોધ કરવાના મુદ્દે કોંગ્રેસે પણ કેજરીવાલને સમર્થન આપ્યું છે. આ સાથે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ મણિપુરના મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ અને મોંઘવારીનો મુદ્દો પણ સંસદના ચોમાસુ સત્રમાં હોબાળાનું કારણ બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular