Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયકેરળ કાંઠે ટકોરા મારી રહ્યું છે ચોમાસું, 2-3 દી’માં આગમન

કેરળ કાંઠે ટકોરા મારી રહ્યું છે ચોમાસું, 2-3 દી’માં આગમન

સતત ત્રીજા વર્ષે દેશમાં સામાન્ય રહેશે ચોમાસું : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રિ-મોન્સુન વરસાદની સંભાવના

- Advertisement -

બે ચક્રવાતી વાવાઝોડાં તાઉ-તે અને યાસ પસાર થયાં બાદ હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ચોમાસાની ઉત્તરી સરહદ કોમોરિન સાગર (કન્યાકુમારી નજીક) સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી છે કે એ આગામી 2થી 3 દિવસમાં કેરળના દરિયાકાંઠે પહોંચી જશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે કહ્યું હતું કે ચોમાસું 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચી જશે. કેરળમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ આમ તો 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મેના રોજ પહોંચશે, એમાં 4 દિવસ પ્લસ-માઈનસ રહેવાની શક્યતા જણાવવામાં આવી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે ચોમાસું પહોંચવાની બે દિવસ આગળ-પાછળ રહેવાની શક્યતાઓ સાથે 30 મેની શક્યતા જણાવી છે. ચોમાસું પોતાની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે. આંદામાન-નિકોબારના દ્વીપ સમૂહમાં પોતાની નિર્ધારિત તારીખે 21 મેના રોજ પહોંચ્યા બાદ એ સતત ઉત્તરી- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એ 24 મેના રોજ શ્રીલંકાના દક્ષિણ કિનારે પહોંચી ચૂક્યું હતું અને બે-ત્રણ દિવસમાં એ ઉત્તર કાંઠા નજીક પહોંચી ચૂક્યું છે.

ગુરુવારે ચોમાસું માલદિવ્સને પણ પાર કરી ચૂક્યું છે. ચોમાસુંની ઉત્તરી સરહદ કેરળના દરિયાકાંઠેથી લગભગ 200 કિલોમીટર દૂર છે. તાઉ-તે વાવાઝોડું પસાર થયા દરમિયાન અને બાદમાં પણ કેરળમાં ભારે વરસાદ પડ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં જ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ ગુરૂવારથી તેમાં ઘટાડો આવ્યો છે.
બંગાળની ખાડીમાં આવેલા યાસ વાવાઝોડાને કારણે પણ ચોમાસું જલદી પહોંચશે, એટલે કે 27-29 મે સુધી પહોંચવાની શક્યતા જણાવવામાં આવી છે, પરંતુ હવે 30 મે એ એક જૂનની વચ્ચે જ ચોમાસું પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસાના આગળ વધવા પર સતત નજર રાખી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular