વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પીએમ કર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ આપવામાં આવતી સુવિધાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હુ તમારી સાથે વડાપ્રધાન તરીકે નહીં પરતુ તમારા પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. આજે હુ તમારા બધા બાળકોની વચ્ચે રહીને ખૂબ જ રાહત અનુભવુ છુ. જીવન ક્યારેક આપણને અણધાર્યા વળાક પર લાવે છે. આપણે કલ્પના પણ ન કરી હોય તેવી પરિસ્થિતિઓ, હસતા-રમતા અચાનક અધકાર છવાઈ જાય છે. કોરોનાએ ઘણા લોકોના જીવનમા, ઘણા પરિવારો સાથે કઈક આવું જ કર્યું છે. હુ જાણું છુ કે જે લોકો કોરોનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવી ચૂક્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલુ મુશ્કેલ છે.
પીએમ મોદીએ આગળ કહ્યુ, ’જે પણ જાય છે, અમારી પાસે તેની થોડીક જ યાદો છે પરતુ જે બાકી છે, તેમની સામે પડકારોનો અબાર હોય છે. આવા પડકારોમાં પીએમ કર્સ ફોર ચિલ્ડ્ન એ તમારા બધા કોરોના પ્રભાવિત બાળકોની મુશ્ક્લીઓને ઘટાડવાનો એક નાનકડો પ્રયાસ છે. પીએમ કર્સ ફોર ચિલ્ડ્રન પણ એ હકીકતનું પ્રતિબિંબ છે કે દરેક દેશવાસી અત્યત સવેદનશીલતા સાથે તમારી સાથે છે. મને સતોષ છે કે બાળકોના સારા શિક્ષણ માટે તેઓને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમા પ્રવેશ આપવામા આવ્યો છે. જો કોઈને પ્રોફેશનલ કોર્સ માટે, ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય તો પીએમ કર્સ તેમા પણ મદદ કરશે. અન્ય રોર્જિદી જરૂરિયાતો માટે અન્ય યોજનાઓના માધ્યમથી દર મહિને રૂ.4000ની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જ્યારે આવા બાળકો તેમનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે ભવિષ્યના સપના માટે વધુ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તમે 23 વર્ષના થશો તો તમને એકસાથે 10 લાખ રૂપિયા મળશે.
પીએમ મોદીએ કહ્યુ, ’બીજી મોટી ચિંતા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. કોઈપણ રોગ આવે તો સારવાર માટે પૈસાની જરૂર પડે છે પરતુ કોઈ બાળકને તેની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આયુષ્માન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે જેના કારણે તમને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પણ મળશે. તેમણે કહ્યું, ’હું જાણું છું કે તમારા માતા-પિતાના સ્નેહની ભરપાઈ કોઈપણ પ્રયાસ અને સહકારથી નહીં થઈ શકે પરંતુ તમારા માતા અને પિતાની ગેરહાજરીમાં મા ભારતી આ સંકટની ઘડીમાં તમારા બધા બાળકોની સાથે છે. PM Cares દ્વારા દેશ આ જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પ્રયાસ કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારનો માત્ર પ્રયાસ નથી. PM Cares માં આપણા કરોડો દેશવાસીઓએ તેમની મહેનત અને પરસેવાની કમાણી કરી છે.