વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં ગિફટ સીટીમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલીયન એકસચેંજ (આઈઆઈબીએકસ) નું ઉદઘાટન કરશે અને આ સાથે જ ભારતમાં શરૂ થશે ગોલ્ડની આયાતની લોકશાહી પદ્ધતિ! આ પદ્ધતિથી કવોલિફાઈડ જવેલર્સ સીધા ઈન્ટરનેશનલ સપ્લાયર્સ પાસેથી ઈન્ટરનેશનલ બુલિયન એકસચેંજથી ગોલ્ડ (બુલિયન) ખરીદી શકશે. આનો ફાયદો એ થશે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ પર ચાલી રહેલ ડિસ્કાઉન્ટ અને ડિમાન્ડના આધારે પ્રાઈઝ ડિસ્કવરી પર સીધો ફાયદો ઈન્ડસ્ટ્રી અને ક્ધઝયુમર્સને થશે. ઉલ્લેખનિય છે કે હજુ સોનાની આયાત નોમીનેટેડ બેન્ક અને એજન્સીના માધ્યમથી જ થાય છે.આઈબીજેએના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા એ જણાવ્યું હતું કે હાલ બેન્કોના માધ્યમથી ગોલ્ડ ઈમ્પોર્ટ કરવાને લઈને જવેલર્સ, મેન્યુફેકચરર, બુલિયન ડીલર્સને ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાલી રહેલ હાલની પ્રાઈઝનો ફાયદો નથી મળતો. હવે બુલિયનના ફોરેન સપ્લાયર્સ અને બેન્ક સીધા એકસચેંજ લિસ્ટ કરશે અને જેની પ્રાઈઝ સૌથી સાચી હશે, તેની પાસેથી અહીંના કવોલિફાઈડ જવેલર્સ ગોલ્ડ ખરીદી શકશે. આ પ્રાઈઝ ડિસ્કવરીના કારણે ગ્રાહકોને હાલની કિંમતના હિસાબે 10 ગ્રામ પર કમ સે કમ 70 રૂપિયાનો ફાયદો થશે. હાલ એકસચેંજમાં માત્ર એલબીએમએ ગોલ્ડ જ ઈમ્પોર્ટ થશે, પરંતુ સૂત્રો અનુસાર ટુંક સમયમાં જ યુએઈ ગોલ્ડનું એવરેટ સેગમેન્ટ (લાર્જ વાર 12.5 કિલોગ્રામ)માં ટ્રેડ થઈ શકે છે. હાલ 56 જવેલર્સને આઈઆઈબીએકસ પર રજીસ્ટર્ડ કરાયા છે અને તેમાંના એક રોયલ ચેનાના સુરેશ જૈને જણાવ્યું હતું કે આઈઆઈબીએકસ અનેક રીતે પોર્ટફોલિયો અને ટેકનોલોજી સર્વીસીઝ ઓફર કરી રહ્યા છે અને તેની કોસ્ટ ભારતના અન્ય એકસચેંજ અને વિદેશોના એકસચેન્જોની તુલનામાં ઘણી ઓછી છે.