Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય29મીએ મોદી ગુજરાતમાં, ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્ષ. લોન્ચ કરશે

29મીએ મોદી ગુજરાતમાં, ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્ષ. લોન્ચ કરશે

હવે ગિફટ સિટીથી ટ્રેડ થશે એસજીએકસ નિફટી

- Advertisement -

પ્રધાનમંત્રી મોદી 29 જુલાઈના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની મુલાકાત લેશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ વિષયક મંત્રી નિર્મલા સીતારામન, રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય વિત્તિય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહશે.

- Advertisement -

પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંશ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. મુખ્યાલયની ઇમારતોના આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે જીઆઇએફટી-આઇએફએસસીની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી જીઆઇએફટી-આઇએફએસસીએ માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કરશે. આઇઆઇબીએકસ ભારતમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે. જેથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાને પ્રમાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે સશક્તિકરણ મળશે.

સાથે જ તે એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવવા ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ કરે છે. પીએમ મોદી એનએસઇ આઇએફએસસી-એસજીએકસ કનેક્ટ પણ લોન્ચ કરશે. આ કનેક્ટ હેઠલ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડનાઅ સભ્યો દ્વારા મુકવામાં આવેલા નિફટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ એનએસઇ-આઇએફએસસીએ ઓર્ડર્સ મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રૂટ કરવામાં આવશે અને મેચ કરવામાં આવશે. આ કનેક્ટ ગીફટ-આઇએસએફસીએ પર ડેરિવેટિવ માર્કેટમાં તરલતાને વધુ સ્પષ્ટ કરશે. જે વધુ આતંરરાષ્ટ્રીય સહભાગીઓને લાવશે અને ગીફટ-આઇએસએફસીમાં નાણાકીય ઇકો-સિસ્ટમ પર હકારાત્મક અસર કરશે. ભારતમાંથી બ્રોકર-ડીલર્સ અને સમગ્ર આંતરરાષ્ટ્રીય અધિકારી ક્ષેત્રો સાથે જોડાણ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular