Sunday, December 22, 2024
Homeરાજ્યમશીનના ઉપયોગ માટે ભરવામાં આવેલા ફોર્મમાં ક્ષતિ સામે આવતાં મોદી હોસ્પિટલનું સોનોગ્રાફી...

મશીનના ઉપયોગ માટે ભરવામાં આવેલા ફોર્મમાં ક્ષતિ સામે આવતાં મોદી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ

- Advertisement -

ભાણવડના રણજીપરમાં આવેલા એક ખાનગી હોસ્પિટલના સોનોગ્રાફી મશીનને મશીનના ઉપયોગ માટે ભરવામાં આવતા ફોર્મ એફમાં ક્ષતિઓ સામે આવતા સીલ મારી દેવામાં આવેલ છે. ભાણવડમાં પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ નોંધાયેલ ડૉ. નિશિત આર. મોદી સંચાલિત મોદી હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમ હોસ્પિટલમાં વિઝટીંગ સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. નિલેશ ગોરાણીયાને અગાઉ સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. સદર કાયદા હેઠળ સોનોગ્રાફી કરતી વખતે ડૉ. નિલેશ ગોરાણીયા દ્વારા ભરવામાં આવેલ ફોર્મ એફ અને નિભાવવામાં આવત રેકર્ડમાં ક્ષતિઓ જણાતા જિલ્લાના એપ્રોપ્રિએન્ટ ઓથોરિટી અને કલેકટર નરેન્દ્ર મીનાની સૂચના અન્વયે તા. 3-4ના રોજ સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને તાલુકા હેલ્થ ઓફિસર ભાણવડ દ્વારા પંંચોને સાથે રાખી ક્ષતિઓ વાળા રેકોર્ડ જપ્ત કરી મોદી હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમના સોનોગ્રાફી મશીનને સીલ મારી દેવામાં આવેલ છે અને વિઝિટીંગ સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. નિલેશ ગોરાણીયાને મોદી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઇ રહે એ હેતુથી સરકાર દ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ-1994 ઘડવામાં આવેલ છે અને અધિનિયમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરતા પૂર્વે ડૉકટરોએ સરકાર દ્વારા નકકી કરેલ નિયત નમૂનાવાળા ફોર્મ એફ ભરવાના થાય છે અને કોઇપણ જાતની ક્ષતિ વગર આનુષાંગિક રેકર્ડ નિભાવવાના હોય છે. જેના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

ત્યારે હવે આ ચકચાર મચાવનાર ઘટનાની તપાસમાં કેટલી ગંભીર ક્ષતિઓ બહાર આવે છે અને જપ્ત કરવામાં આવેલ ક્ષતિવાળા રેકર્ડ સાથે શું કોઇ ચેડા કરવામાં આવેલ છે તેની તપાસ હાથ ધરી ખરી વાસ્તવિકતા બહાર આવે છે કે, કેમ તે જોવું રહયું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular