આજે બુધ્ધ પૂણિર્ર્માના અવસરે ભગવાન બુધ્ધના જન્મસ્થળ નેપાળ સ્થિત લુંબિની પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્ર્વને શાંતિનો સંદેશ પાઠવ્યો છે. છ કલાકની ટૂંકી મુલાકાતે નેપાળ પહોંચેલા પ્રધાનમંત્રીએ ભગવાન બુધ્ધના માયાદેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે પુષ્કરર્ણી તળાવની પરિક્રમા કરી પુષ્પ પધરાવ્યા હતા. સાથે-સાથે પ્રધાનમંત્રીએ જ 2014માં નેપાળને ભેટમાં આપેલાં અને આ સ્થળે રોપેલાં બૌધ્ધિ વૃક્ષની પણ પૂજા કરી હતી.
બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે આશરે 10.30 વાગે નેપાળના લુંબિની પહોંચ્યા. અહીં તેમણે નેપાળમાં ભારતની પહેલ પર બની રહેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો. આ જગ્યાએ બૌદ્ધ પરંપરા પર સ્ટડી કરવામાં આવશે.આ પહેલા નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી 2566મી બુદ્ધજયંતીની ઉજવણીમાં પણ હાજરી આપી હતી.
તેઓ બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ સહિત નેપાળ તથા ભારતના લોકોને સંબોધન કર્યું હતું. પીએમની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.
નરેન્દ્ર મોદીએ 2014ના નેપાળ પ્રવાસમાં આ બોધિવૃક્ષ ભેટ આપ્યું હતું, આજે તેઓ એને પાણી આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નેપાળમાં ભારતની પહેલ પર બનાવવામાં આવી રહેલા ઈન્ડિયા-ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજની આધારશિલા પણ મૂકી હતી. આ જગ્યા પર બૌદ્ધ પરંપરાનો અભ્યાસ થશે. ભારત અને નેપાળના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય એવી શક્યતા છે. આ બેઠકમાં બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના સન્માનમાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે, જેમાં નેપાળી પીએમ તેમની કેબિનેટ સાથે હાજર રહેશે. પીએમ મોદી 2014થી અત્યારસુધી ચાર વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે. એ જ સમયે 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત છે. પીએમ મોદીએ તેમની છેલ્લી મુલાકાતમાં કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, જનકપુર ધામમાં જાનકી માતા મંદિર અને મુસ્તાંગમાં મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્ર્વનાથ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા- અર્ચના કરી હતી. આ પછી તેણે વારાણસીમાં વિધવાઓ માટે શેલ્ટર હોમનો પણ પાયો નાખ્યો.