Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીય2-4 દિવસમાં મોદી મંત્રી મંડળ વિસ્તરણની સંભાવના

2-4 દિવસમાં મોદી મંત્રી મંડળ વિસ્તરણની સંભાવના

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આગામી ત્રણ દિવસમાં વિસ્તરણની સંભાવના છે. કેબિનેટ વિસ્તરણમાં ખરાબ દેખાવ કરનારા અનેક મંત્રીઓની હકાલપટ્ટી થઈ શકે છે. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક મળી શકે છે. કેન્દ્રમાં 81 મંત્રીઓ બનાવી શકાય છે અને હાલ સરકારમાં 53 મંત્રી છે એટલે કે 28 મંત્રીઓનો સમાવેશ થઈ શકે. અડધો ડઝન કેબિનેટ મંત્રીઓ પાસે એક કરતાં વધુ મંત્રાલયની જવાબદારી છે. તેમની જવાબદારીઓ ઘટાડવા વડાપ્રધાન વિચારી રહ્યા છે.

- Advertisement -

હાલમાં મોદી સરકારમાં 9 મંત્રી એવા છે, જેમની પાસે એક કરતા વધુ વિભાગો છે, જેમાં પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, હર્ષવર્ધન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપસિંહ પૂરીના નામનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ બે વર્ષ પછી મોદી કેબિનેટમાં મોટો ફેરફાર થશે, જેમાં ખરાબ દેખાવ કરનારા અનેક મંત્રીઓની હકાલપટ્ટીની પણ શક્યતા છે. સૂત્રો મુજબ કેબિનેટના 30-35 ટકા ચહેરા બદલાઈ શકે છે. હાલમાં કેબિનેટમાં 21 મંત્રી છે, જેમની સંખ્યા વધી શકે છે. વધુમાં નવ સ્વતંત્ર પ્રભાર ધરાવે છે જ્યારે 23 રાજ્યમંત્રી છે. તેમની સંખ્યા પણ વધી શકે છે. સંભવિત મંત્રીઓમાં સર્વાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ મુખ્ય છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોવાથી ત્યાંથી પાંચ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે, જેમાં વરુણ ગાંધી, રામશંકર કથિરિયા, રીટા બહુગુણા જોશી, અનિલ જૈન અને ઝફર ઈસ્લામના નામ ચર્ચાઈ રહ્યા છે.

દેશમાં ગુરુવારે કુલ 18,80,026 કોરોના ટેસ્ટ કરવરામાં આવ્યા હતા જે પૈકી 46,617 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 2.48 ટકા રહ્યો હતો જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.57 ટકા નોંધાયો હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સળંગ 50માં દિવસે કોરોનાના કેસની તુલનાએ રિકવરી થયેલા દર્દીઓનો આંક વધુ રહ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 2,95,48,302 લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે.

- Advertisement -

વિતેલા 24 કલાકમાં 853 દર્દીના મોત થયા હતા જે પૈકી મહારાષ્ટ્રમાં 252, કેરળમાં 124, તમિલનાડુમાં 102 અને કર્ણાટકમાં 94 દર્દીનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular