Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપટેલકોલોની શેરી નં.6 ના ‘રાધે ગોવિંદ’ એપાર્ટમેન્ટ પરનો મોબાઇલ ટાવર ધરાશાયી

પટેલકોલોની શેરી નં.6 ના ‘રાધે ગોવિંદ’ એપાર્ટમેન્ટ પરનો મોબાઇલ ટાવર ધરાશાયી

- Advertisement -

જામનગર શહેરમાં આજે બપોરે ખાબકેલા તોફાની વરસાદને પગલે શહેરમાં પટેલ કોલોની શેરી નં.6 ના છેડે આવેલી પી એન્ડ ટી કોલોનીની બાજુના ‘રાધે ગોવિંદ’ એપાર્ટમેન્ટ ઉપરનો મોબાઇલ ટાવર ધરાશાયી થઈ ગયો હતો. ભારે પવનના કારણે આ મોબાઇલ ટાવર ધડાકાભેર તુટી પડતા એપાર્ટમેન્ટમાં રહેતાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ એપાર્ટમેન્ટ ઉપર ખડકવામાં આવેલા ટાવરની મંજૂરી પણ લેવામાં ન આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. લોકો માટે ભયજનક એવા આ પ્રકારના ટાવરની મંજૂરીની તપાસ થાય તે જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular