જામનગર શહેરમાં રીક્ષાચાલક દ્વારા મોબાઇલ ચીલઝડપના બનાવના બે આરોપીને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે જનતા ફાટક પાસેથી રીક્ષા સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં થોડા દિવસ અગાઉ લીલા કલરની રીક્ષાના ચાલકે મોબાઇલની ચીલઝડપ કર્યાના બનાવના આરોપી અંગેની સીટી સી ડીવીઝનના પો.કો. વિજય કાનાણી, ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા, હેકો ફેજલ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. વિજય કાનાણી, ખીમશી ડાંગર, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજય કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જનતા ફાટક પાસેથી મોબાઇલ ચીલઝડપમાં ઉપયોગમાં લેવાયેલી લીલા કલરની રીક્ષા સાથે સુરત મગન વાઘેલા, પ્રકાશ ઉર્ફે લાલો બારોટ કિશોર મોખરા નામના બે શખ્સોને મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.