જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસે રહેતો યુવક સાઈકલ પર જતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની એકસેસ મોટરસાઈકલ પર આવેલા શખ્સે ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી યુવકના ખીસ્સામાંથી રૂા.6900 ની કિંમતના મોબાઇલની લૂંટના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો સુરજ મુકેશભાઈ ગોહિલ (ઉ.વ.19) નામનો યુવક શનિવારે બપોરના સમયે પુરોહિત સ્કૂલ પાસેથી તેની સાઈકલ પર જતો હતો ત્યારે પાછળથી આવેલા નંબર પ્લેટ વગરના એકસેસ મોટરસાઈકલ પર આવેલા આશરે 25 વર્ષના લાલ કલરનો શર્ટ અને બ્લૂ કલરનું પેન્ટ પહેરેલા શખ્સે યુવકને આંતરીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ખીસ્સામાં રહેલો રૂા.6900 ની કિંમતના મોબાઇલ ફોનની લૂંટ ચલાવી નાશી ગયો હતો હતો. બાદમાં યુવકે જાણ કરતા પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.