જામનગર શહેરમાં આવેલી ન્યુ આરામ કોલોની વિસ્તારમાં યુવાનના મકાનમાંથી અજાણ્યા તસ્કરો રૂમની બારીમાંથી એક મોબાઇલ અને એક લેપટોપ સહિત રૂા.58 હજારનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ આરામ કોલોની વિસ્તારમાં આવેલા શિતલ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા વિરેન્દ્રસિંહ હિમતસિંહ પુવાર નામનો યુવાન નોકરી પર ગયો હતો તે દરમિયાન રૂમની ખુલ્લી બારીમાંથી અજાણ્યા તસ્કરોએ રૂા.30 હજારની કિંમતનો મોબાઇલ અને તેના મિત્ર અંજીકયનું રૂા.28 હજારની કિંમતનું લેપટોપ ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવ અંગેની જાણ કરતા એએસઆઈ આર.એમ. ડુવા તથા સ્ટાફે તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.