હોળીના પાવન પર્વ નિમિતે વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો રમશે હોળી, આટલા સમયના ઈતિહાસમાં પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા સત્ર દરમિયાન હોળી રમવાનું આયોજન થશે. વિધાનસભા સંકુલમાં નેચરલ કલર સાથે હોળી રમશે ધારાસભ્યો તેમાં 200 કિલો કેસુડાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
વિધાનસભામાં આવતીકાલે પ્રથમવાર બપોરે 12 થી 12:30 ના સમય દરમિયાન મંત્રીઓ, ધારાસભ્યો માટે હોળી રમવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કોંગે્રસે વિરોધ દર્શાવીને અલગ રહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં નવા યુવા ચહેરાઓ સામે આવ્યા છે. ત્યારે વિધાનસભામાં આ યુવાન ધારાસભ્યો પણ હોળીના પર્વને ઉજવવા માટે ઉતસાહ દેખાડી રહ્યા છે.
તહેવારની ઉજવણીની તૈયારીઓ ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવી હતી વિધાનસભા સંકુલમાં મંડપ બાંધવાની તૈયારીઓ થઈ ગઇ હતી જ્યારે 200 કિલો કેસુડાના ફુલનો ઓર્ડર અપાઈ ગયો છે. કેસુડાના રંગે રમ્યા બાદ ધારાસભ્યો માટે સ્પીકર કાર્યાલય દ્વારા ભોજન વ્યવસ્થા કરાઇ છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યોને પ્રસંગને અનુરૂપ પરિધાનમાં આવવા સૂચવ્યું હતું. આ પર્વમાં ફાગ ગવાશે અને કેસુડે રંગ રમાશે.