ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે પ્રશ્નોતરીમાં એક એવી ઘટના બની છે કે કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન પૂછતાની સાથે જ ગેલેરીમાંથી કુદી જવાનું જણાવ્યું હતું. તેઓની આ ચીમકીના લીધે ગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો. અને સ્પીકરે તેઓને બેસી જવાનું કહ્યું હતું.
આજે ગુજરાત વિધાનસભામાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. જેમાં બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે પ્રશ્ન પૂછતાની સાથે જ એવું નિવેદન આપ્યું હતું કે તેઓને ગૃહની ગેલેરી માંથી છલાંગ મારી જવાનું મન થાય છે. તેઓએ જણાવ્યું હતું કે જીલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓ ફોન ઉપાડતા નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે સરકાર બાળકોના આરોગ્ય અંગે ચિંતા કરે છે તે સારી બાબત છે પરંતુ હવે સરકાર અમારી પણ ચિંતા કરે તો સારું કારણકે રાત્રે મને એવું થાય છે કે હું અહીંથી નીચે કુદી જાઉં. કારણકે અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ધારાસભ્યના આવા ઉર વર્તનથી વિધાનસભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી ગંભીર થઇ ગયા હતા અને તેઓએ તેમને બોલતા અટકાવીને નીચે બેસી જવાનો આદેશ આપ્યો હતો. જશું પટેલની આ વિધાનસભામાં સન્નાટો છવાઈ ગયો હતો.