Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ નવા વર્ષનો પ્રારંભ એસ.ટી.ના ડ્રાઇવર કંડકટર ને મીઠાઈ ખવડાવીને...

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ નવા વર્ષનો પ્રારંભ એસ.ટી.ના ડ્રાઇવર કંડકટર ને મીઠાઈ ખવડાવીને કર્યો

તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની રજા રાખ્યા વિના લોકોની સેવામાં સતત દોડતા રહેતા એસ.ટી.ના ડ્રાઇવર કંડક્ટરની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અભિનંદન પાઠવ્યા

- Advertisement -

જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ એકદમ પાયાના કાર્યકર્તા થી થઈને ધારાસભ્ય ના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે દિવાળી ગરીબ બાળકોની સાથે ઉજવ્યા પછી નવા વર્ષનો પ્રારંભ પણ લોકોની સહી સલામત સવારી માટે કોઈ પણ પ્રકારના તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં ખડે પગે રહેનારા એસ.ટી. ડિવિઝનના ડ્રાઇવર અને કંડકટર સાથે મીઠાઈ ખવડાવીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વહેલી સવારે જામનગરના એસ.ટી. ડેપોમાં પહોંચ્યા હતા, જ્યાં જામનગર થી જુદા જુદા રૂટ પર નીકળનારી એસ.ટી. બસ ના ડ્રાઈવરો અને કંડક્ટર પાસે જઈ તેઓને મીઠાઈ ખવડાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, અને કોઈ પણ પ્રકારની તહેવારની રજા રાખ્યા વિના લોકોની ફરજમાં જોડાનારા આવા કર્મનિષ્ઠોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ વેળાએ તેમની સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા અન્ય અગ્રણીઓ, કાર્યકરો, જોડાયા હતા ધારસભ્ય દિવ્યેશભાઈ અકબરીની એસ.ટી. ડિવિઝનના નાના વર્ગના કર્મચારીઓ સાથેની સંવેદના ને નિહાળીને એસ.ટી. ડેપો પરિસરમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. જામનગર એસટી ડેપોના મેનેજર, કંટ્રોલિંગ અધિકારી અન્ય એસટી ડિવિઝનના અધિકારી- કર્મચારીઓ પણ ધારાસભ્યના આ મિલન સમારંભમાં જોડાયા હતા, અને નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular