દિવાલીના પર્વ નિમિત્તે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમના પરિવાર સાથે જામરણજીતસિંહજી વૃધ્ધાશ્રમ ખાતે દિવાળી નિમિત્તે વૃધ્ધોને મો મીઠા કરાવી ઉજવણી કરશે અને અંધજન તાલિમ કેન્દ્ર ખાતે નેત્રહિન વ્યક્તિઓને મોં મીઠા કરાવી દિપાવલીની ઉજવણી કરશે.
તા. 5ના રોજ જામનગરના નવા વર્ષના શુભારંભ એમ.પી. શાહ વૃધ્ધાશ્રમ ખાતે રહેતા વૃધ્ધોના આશિર્વાદ મેળવી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) નવા વર્ષનો પ્રારંભ કરશે. તેવો વૃધ્ધો સાથે વિચાર ગોષ્ઠી કરશે. નવા વર્ષના રામ-રામ કરવા જામનગર ખાતે મનહરવિલા, ગોકુલધામ સોસાયટી, ગાંધીનગર રોડ ખાતે સવારે 9:30 થી 12 વાગ્યા સુધી લોકોને મળશે.