મીઠાપુર ખાતે રહેતા એક વૃદ્ધાના ગળામાંથી રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સો કીમતી સોનાનો ચેન ઝુંટવીને લઇ ગયાની ધોરણસર ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર ખાતે ટાઉનશીપના ન્યુ હાઉસિંગ ફ્લેટ પાસે રહેતા રૂપારીબેન જાલસિંહ કેર નામના 60 વર્ષીય હિન્દુ વાઘેર વૃદ્ધા પાસે ગત તારીખ 27 ના રોજ રાત્રીના એકાદ વાગ્યે બે અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને રૂપારીબેને આમ, વૃદ્ધા પાસેથી રૂપિયા 80 હજારની કિંમતના ચેનને ઝુંટવીને લઇ જવાના આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ધોરણસર ગુનો નોંધી, ચોર ગઠીયાઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.