દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતો પિયુષ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.40) નામનો યુવાન ગત 1 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે તેના ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો. લાપતા થયેલા યુવાન અંગે તેની પત્ની રેખાબેન દ્વારા જાણ કરાતા હેકો બી.કે.માડમ તથા સ્ટાફ દ્વારા ઘઉંવર્ણો વાન ધરાવતા અને જમણા હાથમાં ગુજરાતીમાં ‘પી.જી.મકવાણા’ ત્રોફાવેલ અને સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતા મધ્યમ બાંધાના યુવાન અંગે કોઇને માહિતી મળે તો કલ્યાણપુર પોલીસ સ્ટેશનના 7575800512 ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.