જામનગર તાલુકાના સીકકા ગામમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતાં અર્જુનભાઈ દેવજીભાઇ પડાયા નામના મજૂરી કામ કરતાં આધેડની પુત્રી સાવિત્રીબેન પડાયા (ઉ.વ.22) નામની પાતળો બાંધો અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતી ગુજરાતી ભાષા જાણતી યુવતી ગત તા.13 ના રોજ બપોરના સમયે મજૂરીકામે જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. જેથી આ અંગેની પોલીસમાં જાણ કરી હતી. જેથી હેકો એસ.આર. ભગોરા તથા સ્ટાફે યુવતી અંગેની જાણ મળે તો સીક્કા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા યાદીમાં જણાવ્યું હતું.