જામજોધપુર ગામના બેરીસ્ટર ચોકમાં કડીવાર નાકા પાસે રહેતા વિજય મનસુખ કડીવાર નામના ખેડૂત યુવાનની પત્ની ડિમ્પલબેન કડીવાર ગત તા.14 ના રોજ તેના ઘરેથી પુત્ર માટે પાવડર લેવાનું કહી નિકળ્યા બાદ ગુમ થઈ ગયા હતાં અને ચાર વર્ષના પુત્રને પતિ સાથે છોડી ચાલી ગયેલી પત્ની અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે ડિમ્પલબેનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.