જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા રવિ પાર્ક ટાઉનશીપ શેરી નં.12/એ પ્લોટ નંબર 22/2 માં રહેતાં મુલબાઈબેન જગદીશભાઈ ચાન્દ્રા (ઉ.વ.40) નામના પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતા મધ્યમ બાંધાના અને ઘઉંવર્ણા તથા કાળા-લાંબા વાળ ધરાવતા ગુજરાતી-હિન્દી ભાષા જાણતા મહિલા ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરેથી દુધિયા કલરનો પંજાબી ડ્રેસ પહેરી નિકળ્યા બાદ લાપતા થયા હતાં. મહિલાના હાથની કલાઈ પાસે અંગ્રેજીના આઠ અંક જેવું ઈન્ફીનિટીના સાઈનમાર્કવાળા જેવું ટેટુ ચિતરાવેલ છે અને ગળામાં મંગળસૂત્ર તથા કાનમાં સરુવાળા કાપ અને પગમાં ચાંદની ઘુઘરીવાળા પટા પહેરેલ મહિલા અંગે કોઇપણ માહિતી મળે તો હેકો કે.પી.ઠાકરીયા 8238877977 નંબર ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.


