દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામમાં રહેતા રેખાબેન રામાભાઇ બગડા નામના મહિલાની પુત્રી સીમાબેન બગડા (ઉ.વ.20) નામની યુવતી ગત તા.11 ના રોજ રાત્રિના 2 થી સવારે 7 વાગ્યા સુધીના સમય દરમિયાન કોઇને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી અને ત્યારબાદ મહિલાની બાજુમાં રહેતાં મસા ડાયા ભરવાડ નામનો શખ્સ પણ તેના ઘરે ન હોવાથી મસા નામના શખ્સ સાથે જતી રહી હોવાની આશંકા સાથે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ ડી.જે. ઓડેદરા તથા સ્ટાફે ગુજરાતી ભાષા જાણતી આઠ ધોરણ સુધી અભ્યાસ કરેલી ઘઉંવર્ણી અને મધ્યમ બાંધાની બ્લુ કલરનું ટીશર્ટ પહેરેલ કાળા કલરનું સલવાર પહેરેલ યુવતી અંગેની વિગતો મળે તો મો.90670 68240 નો સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.