જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં રહેતાં યુવાનની પત્ની તેની બહેનના ઘરે જવાનું કહીને લાપતા થયા બાદ પોલીસ દ્વારા શોધખોળ આરંભવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાં દિનેશ આલાભાઈ સાગઠીયા નામના મજૂરીકામ કરતા યુવાનની પત્ની સીમા (ઉ.વ.45) નામની મહિલા ગત તા.3 ના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં તેની બહેનના ઘરે જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ ગઈ હતી અને ત્રણ દિવસથી તેના પતિ દિનેશભાઈ દ્વારા તેની પત્નીની શોધખોળ કરવા છતાં કોઇ પતો મળ્યો ન હતો. ત્યારબાદ આ અંગેની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મહેંદી કલરની કૂર્તિ અને સફેદ કલરની લેગીસ પહેરેલી અને ઘઉંવર્ણો વાન ધરાવતી પાંચ ફૂટ એક ઈંચ ઉંચાઈ વાળી અને 10 ધોરણ પાસ ગુજરાતી, હિન્દી અને અંગે્રજી ભાષા સારી રીતે બોલી શકતી મહિલા અંગે કોઇ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા એએસઆઈ આર.એમ. ડુવાની યાદીમાં જણાવાયું છે.