દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય એક યુવતીને ખંભાળિયામાં રહેતા બીપીન કારૂભાઈ ચોપડા નામના શખ્સ દ્વારા તેણીના પતિ સાથે છૂટાછેડા લેવાનું કહી અને છુટાછેડા બાદ તેણી સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ફરિયાદી યુવતીએ આરોપી બીપીન ચોપડાને લગ્ન કરવાનું કહેતા તેને લગ્ન કરવાની ના પાડી, હવે તો લગ્ન કરવાનું કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી બીપીન કારૂભાઈ ચોપડા સામે આઈ.પી.સી. કલમ 376 વિગેરે મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી દ્વારકાના પી.એસ.આઈ. બી. એચ. જોગલ દ્વારા હાથ ધરવામાં આવી છે.